પેજ સાઇટમાં ક્યાં છે, તે બ્રેડક્રમ્બ્સ બતાવે છે. nuiBreadcrumbs ડાયરેક્ટિવ નેટિવ <nav> અને તેની યાદીને સ્ટાઇલ આપે છે; છેલ્લી આઇટમ વર્તમાન પેજ છે, જેના પર aria-current="page" હોય છે.
કન્ટેનર કરતાં લાંબો માર્ગ આગલી લીટીમાં જવાને બદલે આડો સ્ક્રોલ થાય છે. શરૂઆતમાં તે છેક છેડા સુધી સ્ક્રોલ થયેલો હોય છે, અને જે છેડે હજી વધુ જોવાનું બાકી હોય, તે છેડો ફેડ થાય છે.
પેજનો માર્ગ
ઉપરનાં પેજની લિંક, અને પછી વર્તમાન પેજ સાદા ટેક્સ્ટ તરીકે, aria-current="page" સાથે.
લાંબો માર્ગ
સાંકડા કન્ટેનરમાં માર્ગ સ્ક્રોલ થાય છે, અને શરૂઆતમાં વર્તમાન પેજ નજર સામે રહે છે.