કીબોર્ડ ક્રિયાપ્રતિક્રિયા

કીક્રિયા
અંકો કે અક્ષરોવર્તમાન સ્લૉટ ભરે છે અને આગલા સ્લૉટ પર લઈ જાય છે.
Backspaceકર્સરની પહેલાંનું કૅરેક્ટર ભૂંસે છે.
ડાબું અને જમણું તીરએક સ્લૉટ આગળ કે પાછળ લઈ જાય છે; ભરેલો સ્લૉટ પસંદ થઈ જાય છે, તેથી ટાઇપ કરતાં તે બદલાઈ જાય છે.
પેસ્ટકૉપિ કરેલા કોડથી સ્લૉટ ભરે છે.

ઍક્સેસિબિલિટી નોંધો

  • સ્ક્રીન રીડરને એક જ ટેક્સ્ટ ફીલ્ડ મળે છે. તેને aria-label અથવા <label> વડે લેબલ આપો.
  • સ્લૉટ સહાયક ટેક્નોલોજીથી છુપાયેલા રહે છે; જે સ્લૉટમાં ફેરફાર થઈ રહ્યો હોય, તેના પર ફોકસ રિંગ દેખાય છે.
  • ઓછી હિલચાલના સેટિંગમાં કર્સર ઝબકતું નથી, અને સ્લૉટ ન તો ઊછળે છે, ન ધ્રૂજે છે.